માલધારી પરિવારોના 7/12ના ઉતારામાંથી બોજાની વિગત દૂર કરવા તથા દુધાળા પશુઓની.લોનની યોજનામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા કોંગી અગ્રણીની ઉચ્ચકક્ષાએ રજુઆત મોરબી : મોરબી જિલ્લામાં આર્થિક ગુનાઓનું ચિંતાજનક હદે પ્રમાણ વધી રહ્યું છે. તેથી મોરબી જિલ્લામાં બનતા આર્થિક ગુનાઓનું પ્રમાણ અટકાવવા અને માલધારી પરિવારોના 7/12ના ઉતારામાંથી બોજાની વિગતો દૂર કરવા તેમજ પશુપાલકોને દુધાળા પશુઓની લોન મેળવવામાં પડતી મુશ્કેલી નિવરવાની માંગ સાથે કોંગી અગ્રણીએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે. મોરબીના કોંગી અગ્રણી રમેશભાઈ રબારીએ રાજ્યના ગૃહમંત્રીને રજુઆત કરી હતી કે મોરબી જિલ્લો વિકાસશીલ અને ઔધોગિક ઝોન વિસ્તાર છે. મોરબી જિલ્લાની આર્થિક સમૃદ્ધિની સાથે આર્થિક ગુનોનું પણ ગ્રહણ લાગી ગયું છે. અવારનાર છેતરપિંડીના બનાવો બને છે. તેમજ ચામડાતોડ વ્યાજખોરો પણ બેકાબુ બન્યા છે.વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક પરિવારો બરબાદ થાય છે અને ઘણીવાર વ્યાજખોરોનો જુલમ એટલી હદે વધી જાય છે કે લોકોને ધરબાર છોડવા મજબૂર થવું પડે છે. આ ગંભીર બનાવોમાં કેટલીક વખત પોલીસની પણ સમયસર મદદ મળતી નથી. ક્રાઈમ રેટ છુપાવવા માટે ફરિયાદ પણ પોલીસ નોંધતી ન હોવાની અનેક વખત ફરિયાદ ઉઠે છે ત્યારે મોરબી જિલ્લામાં આર્થિક ગુનાઓ નાબૂદ કરવા માટે તેમણે સ્પે. ઇકોનોમિક સેલની રચના કરવાની માંગ કરી છે. જ્યારે પશુપાલન વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજુઆત કરતા જણાવ્યું હતું કે મોરબી સહિત રાજ્યભરમાં પશુપાલકો માટે દુધાળા પશુઓ માટે લોનની યોજના ખૂબ જ અવકારદાયી છે. પરંતુ આ લોન માટે ઓનલાઈન ફોર્મ સ્વીકારાઈ છે. જેમાં સ્થાનિક બેકોએ જે તે પશુપાલકને લોન આપશે તેવો દાખલો ઓનલાઈન જોડવો પડે છે. પણ બેંકવાળા આવો દાખલો આપતા નથી. પરિણામે લાભાર્થીઓ આ યોજનાથી વંચિત રહી જાય છે. તેથી આ બાબતે ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે રાજ્યભરના ખાતેદારો માટે સરકારે અનેક કલ્યાણકારી યોજના અમલમાં મૂકી છે. પરંતુ આ ખાતેદારોના 7/12ના ઉતારામાં બોજાની રકમ દર્શાવી છે. જેને કારણે જરૂરિયાતમંદો સરકારની લાભદાયી યોજનાનો લાભ લઇ શકતા નથી. તેથી માલધારી પરિવારો સરકારી યોજનાઓનો લાભ લઇ શકે તે માટે તેમના 7/12ના ઉતારામાંથી બોજાની વિગતો દૂર કરવાની માંગ કરી છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274