ગતવર્ષની તુલનાએ સાત હજાર હેકટર ઉનાળુ વાવેતર વધ્યું : જિલ્લામાં સૌથી વધુ હળવદ તાલુકામાં અને સૌથી ઓછું ઉનાળુ વાવેતર માળીયા તાલુકામાં મોરબી : મોરબી જિલ્લામાં વર્ષ 2021માં અનિયમિત વરસાદ હોવા છતાં ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ઉનાળુ સીઝનમાં સાત હજાર હેકટર વાવેતર વધ્યું છે. આ વખતે મોરબી જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં તલ, મગફળી અને ગમ ગવારનું ધૂમ વાવેતર થયું છે અને જિલ્લામાં સૌથી વધુ હળવદ તાલુકામાં અને સૌથી ઓછું ઉનાળુ વાવેતર માળીયા તાલુકા થયું છે. મોરબી જિલ્લામાં વર્ષ 2021માં 10792 હેકટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર થયું હતું.એની સરખામણીમાં ચાલુ વર્ષ એટલે કે 2022માં મોરબી જિલ્લામાં 17822 હેકટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર થયું છે. એટલે સતાવાર આંકડા પ્રમાણે 7 હાજર હેકટરમાં ઉનાળુ વાવેતર વધ્યું છે. જ્યારે આ વર્ષે જિલ્લામાં સૌથી વધુ પિયત વિસ્તારમાં ધરાવતા હળવદ તાલુકો 10600 હેકટરમાં ઉનાળુ વાવેતર મોખરે રહ્યો છે અને જિલ્લામાં માળીયા તાલુકામાં સૌથી ઓછું 706 હેકટરમાં જ ઉનાળુ વાવેતર થઈ શક્યું છે. જ્યારે મોરબી તાલુકામાં 2280, ટંકારામાં 2370, વાંકાનેરમાં 1866 હેકટરમાં ઉનાળુ વાવેતર થયું છે. મોરબી જિલ્લામાં ઉનાળુ વાવેટરના પાકોમાં જોઈએ તો તલનું 4509 હેકટર, ગુવાર ગમનું 2900 હેકટર, મગફળીનું 2340 હેકટર, ઘાસચારાનું 5285 હેકટર, મગફળીનું 2340 હેકટર, અડદનું 505 હેકટર, બાજરીનું 885 હેકટર, મગનું 535 હેકટર, શાકભાજીનું 863 હેકટરમાં વાવેતરની થયું છે. આ રીતે ઉનાળુ પાકનું ચિત્ર ઉજળું છે.