હળવદ : હળવદ શહેરમાં આનંદપાર્ક સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ રજનીકાંતભાઈ ઝીંઝુવાડિયા ઉ.43 નામના યુવાને ગત તા.26ના રોજ પોતાનાએ ઘેર પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ચિરાગભાઈ સોની કામ કરતા હોય પરંતુ ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણમાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું.ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.