યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત તમામ સમાજ માટેના કોવિડ કેર સેન્ટર માટે ઉદ્યોગકારો આવ્યા મેદાને મોરબી : મોરબીમાં કોરોના મહામારીની વિકરાળ સ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટર માટે મેડિકલ સહિતની સુવિધા માટે મોરબી અપડેટ દ્વારા રૂપિયા 50 હજારનું અનુદાન જાહેર કર્યા બાદ દાનની સરવાણી શરૂ થઈ છે જેમાં મોરબીની જાણીતી કલોક કંપની સોનમ કલોક લી. કંપનીના માલિક જયેશભાઈ દ્વારા રૂપિયા 1,08,000 નું અનુદાન આદર્શ નિવાસી શાળામાં ચાલતા કોવિડ કેર સેન્ટર માટે આપવામાં આવ્યું છે.