મોરબી : મોરબીમાં ચારણ (ગઢવી) યુવક મંડળ દ્વારા સોનલમાંનો 96મો જન્મોત્સવ આગામી તા. 28 ડિસેમ્બરના રોજ સતવારા સમાજની વાડી, કાલિકા પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે. જેની શોભાયાત્રાનો પ્રારંભ કબીર ટેકરીથી થશે. તેમજ આરતી અને મહાપ્રસાદનો લાભ મળશે. આ તકે મંડળ દ્વારા ચારણ (ગઢવી) સમાજના લોકોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.