મોરબી : મોરબી જિલ્લાના NTEP (National Tuberculosis Elimination Program)ના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા પિયુષભાઈ જોશીના પુત્ર જયમિન પિયુષ જોશીએ પોતાનો 8મો જન્મદિવસ એક ઉમદા અને અનોખી પદ્ધતિથી ઉજવ્યો હતો. જૈમિને પોતાનો જન્મદિવસ બાળવાટિકા – મહારાણી શ્રી નંદકુવરબા આશ્રયગૃહ, રૈનબસેરા, મોરબી ખાતે રહેતા બાળકો સાથે ઉજવીને ખુશી વહેંચી હતી અને બાળકો સાથે કેક કાપી હતી. જેથી બાળકો ખૂબ જ આનંદિત થયા હતા.જન્મદિન નિમિત્તે સમાજસેવાના ઊંડા ભાવ સાથે, જૈમિને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનમાં ભાગીદાર થવા માટે ટી.બી. હોસ્પિટલ ખાતે એક ટીબી દર્દીને પોષણ કીટ આપી હતી.