ડો. કાતરિયાના પુત્રએ મહુવા વિપશ્યના કેન્દ્રમાં રૂ.૭૫ લાખ અને ભાવનગર કન્યા છાત્રાલયમાં રૂ.૨૫ લાખનું દાન આપ્યું મોરબી : મોરબીના સેવાભાવી તબીબ ડૉ.વી.સી.કાતરીયાનો પુત્ર મૈત્રિક વીરાભાઇ કાતરીયાએ સામાજિક ઉતરદાયિત્વના ભાગ રૂપે બે અલગ અલગ સેવા સંસ્થાઓને રૂ.૧ કરોડનું દાન કર્યું છે. મોરબીના સેવાભાવી તબીબ ડૉ.વી.સી.કાતરીયાનો પુત્ર મૈત્રિક વીરાભાઇ કાતરીયાએ મહુવા વિપશ્યના કેન્દ્રમાં રૂ.૭૫ લાખ અને કન્યા કેળવણી માટે ભાવનગર કન્યા છાત્રાલયમાં રૂ.૨૫ લાખનું દાન કર્યું હતું. તેથી સદભાવના ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા મૈત્રિક વીરાભાઇ કાતરીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.મૈત્રિક વીરાભાઇ કાતરીયાએ નાની ઉંમરમાં કંપની સ્થાપી ૭૦૦ જેટલા લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. સેવાભાવી પિતાના પગલે ચાલી મૈત્રિક વીરાભાઇ કાતરીયાએ ૧ કરોડનું દાન કરી અન્ય યુવાનો માટે પ્રેરણાત્મક કાર્ય કર્યું છે.આ અનુદાનનો શ્રેય મૈત્રિક વીરાભાઇ કાતરીયાએ માતા સ્વ.રેખાબેન કાતરીયા,પિતા ડૉ.વી.સી.કાતરીયા અને દાદીમાં ગોદાવરીબેનને આ અનુદાનના સાચા હકદાર ગણાવ્યાં હતાં. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..