મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામના ખેડૂત પુત્ર કાલરિયા યાજ્ઞિક અમૃતલાલ જીપીએસસીની પરીક્ષામાં 92માં ક્રમે ઉતીર્ણ થયા છે. તેઓએ હાલમાં ગુજરાત સરકારની નર્મદા, જળસંપત્તિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગમાં ક્લાસ-2 ઓફિસર તરીકે પોસ્ટિંગ મેળવીને કાલરિયા પરિવાર તેમજ ચકમપર ગામનું નામ રોશન કર્યું છે. પરીક્ષા પાસ કરવા માટે આત્મવિશ્વાસ પૂરો પાડવા બદલ યાજ્ઞિકભાઈ તેમની આ સફળતાનો શ્રેય સૌથી પહેલા તેમના માતા-પિતા અને પરિવારને આપે છે. ત્યારબાદ ગુરૂજનો અને મિત્રોને આપે છે. ઉલ્લેખનીય છે કે યાજ્ઞિકભાઈએ આ પરીક્ષા ત્રીજા પ્રયત્નથી પાસ કરી છે. અને તેઓ GPSCની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને યાદીમાં કહેવા માંગે છે કે તમે મહેનત કરતા રહો, તમને સફળતા એક દિવસ જરૂર મળશે.