વાવડી રોડ ઉપર ભગવતી હોલ નજીક બનેલો બનાવ મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર રિસામણે બેઠેલી પત્ની સાથે છૂટું કરવા મામલે જમાઈ અને તેના પિતાએ કાકાજી સસરા અને કાકાજી સાસુ ઉપર ધોકા વડે હુમલો કરી ધોકાવી નાખતા ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ભગવતી હોલ નજીક પ્રેમજીભાઇ કરશનભાઇ વાઘેલાની ભત્રીજીના લગ્ન ઘુતારી નદી નજીક રહેતા સુનિલ પુનાભાઇ પરમાર સાથે થયા હતા પરંતુ હાલમાં તેમની ભત્રીજી રિસામણે આવેલી હોવાથી ભત્રીજીના સસરા પુનાભાઇ છોટુભાઇ પરમાર તથા જમાઈ સુનીલ પુનાભાઇ પરમાર પ્રેમજીભાઈને ઘેર આવ્યા હતાં જ્યા બન્ને શખ્સોએ માથાકૂટ કરી પ્રેમજીભાઈ અને તેમના પત્ની ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરતા આ મામલે સિટી એ ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.