મોરબી : મોરબીના લાલપર ગામે યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવમાં મૃતક યુવાન કઈ કામધંધો કરતો ન હોઈ, માતાપિતા પાસે પૈસા માંગતો હોવાથી તેના માતાપિતાએ કામધંધો કરવાનું કહેતા માઠું લાગી આવતા પુત્રએ આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાર્ગવભાઇ કેશુભાઇ કાળુભાઇ વાધેલા (ઉવ. 22 રહે. હાલ લાલપર પંચાયતની બાજુમા વાસુભાઇ લવજીભાઇ આદ્રોજાના મકાનમા ભાડેથી, તા.જી મોરબી, મુળ રહે. કટુડા તા વઢવાણ જીલ્લો સુરેન્દ્રનગર) વાળાએ તા.17 ના રોજ પોતાના મકાનમાં ગળેફાંસો ખાઈને આપધાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસ સમક્ષ તેના માતાપિતાએ નિવેદન નોંધાવ્યું હતું કે, મૃતક ભાર્ગવભાઇ છેલ્લા ચારેક મહીનાથી કોઇ મજુરીકામ કરતો ન હોય અને તેના માતા પિતા પાસે અવાર નવાર પૈસાની માંગણી કરતો હોય જેથી, તેના માતા પિતાએ કોઇ કામ ધંધો શોધી લેવાનુ કહેતા તેને મનોમન લાગી આવતા પોતાના ઘરે જાતેથી સિમેન્ટના પતરામા લગાડેલ લોંખડની એંગલમા સાડી વડે ગળેફાસો ખાઇ જતા તેનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.