મોટા ખીજડીયાના સરપંચે ખેડૂતો સાથે મળી સ્થળ ઉપર પહોંચી પથ્થરો હટાવ્યામોરબી અપડેટ (ટંકારા) : મિતાણા સિંચાઈ ડેમ 1ના કેનાલના ગેઈટમાં ટ્રેક્ટરો મારફતે કોઈએ મોટા પથ્થરો (પાણા) નાખીને પાણી રોકવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાછળના ગામોને સિંચાઈના પાણીથી વંચિત રાખવાના આ કૃત્યથી ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તેવામાં મોટા ખીજડિયાના સરપંચ સહિતના ખેડુતોએ ડેમે પહોંચી આ પથ્થરો હટાવવાની કામગીરી જાતે કરી હતી.આ ગંભીર મામલે ભાજપના હોદ્દેદારોએ હરીપર કચેરીએ ધામા નાખ્યા હતા, પરંતુ ત્યાંથી કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા અંતે ધારાસભ્યને રજુઆત કરાઈ હતી.. મિતાણા, હરીપર, હડબટીયાળી, હિરાપર અને જબલપુર સહિતના ઉપરના ગામોએ પાણી પાયા બાદ આ પાણી કલ્યાણપર, નાના ખીજડીયા, મોટા ખીજડીયા થઈને નીચાણવાળા ગામોમાં જતું હતું. આ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા કેનાલના ગેઈટ પાસે પથ્થરો નાખીને પાણી રોકવાનો પ્રયાસ કરાયો હતો.પાણી રોકાયાની જાણ થતાં જ મોટા ખીજડીયાના સરપંચ જુવાનસિંહ ઝાલા તેમની યુવાનોની ટીમ સાથે તાત્કાલિક ડેમ પર પહોંચી ગયા હતા. તેઓએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી કેનાલ બંધ કરવા માટે નાખવામાં આવેલા મહાકાય પથ્થરો હટાવવા માટે કામગીરી હાથ ધરી હતી, જેથી નીચાણવાળા ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે.#MorbiUpdate #MotaKhijadiya #MitanaDam #WaterTheft #FarmersIssue #GujaratNews #MorbiNews #Irrigation #Morbi