શહેરમાં નવું આકર્ષણ ઉમેરાય તે પહેલાં જ લખણખોરોએ લખણ ઝળકાવ્યામોરબી : મોરબી મહાપાલિકા દ્વારા મયુર પુલ ઉપર સેલ્ફી ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. આ સેલ્ફી ઝોન ખુલ્લો મુકાય તે પહેલાં જ કોઈ આવારા તત્વોએ સેલ્ફી ઝોનને તોડી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મહાપાલિકા દ્વારા મયુરપુલ પર સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો છે. જેમાં “આઈ લવ મોરબી” લખાયેલું છે. શહેરીજનો અને રાત્રીના સમયે મોટી સંખ્યામાં વોકિંગમાં નીકળતા હોય તેમજ બેસવા માટે આવતા હોય જેથી મહાપાલિકાએ નવું આકર્ષણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ 'આઈ લવ મોરબી'માં કોઈએ બી અક્ષરને તોડી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે.