ગામના ઢોર તેમજ રઝળતા પશુઓ ઉનાળામાં આ જ તળાવથી પ્યાસ બુઝાવતામોરબી : માળિયા મિયાણાના બોડકી ગામે આવેલ તળાવમાં ગત રાત્રીના સમયે કોઈ જલદ કેમિકલ ઠાલવી ગયું હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે અહીંના પશુઓ ઉપર જીવનું જોખમ ઉભું થયુ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે માહિતી આપતા સ્થાનિક માઇતમભાઈ ભરવાડે માહિતી આપતા જણાવ્યું કે માળિયા તાલુકાના બોડકી ગામે આવેલ તળાવ જે બનીયા નામથી ઓળખાય છે. આ તળાવના કોઈ ગત રાત્રીના સમયે જલદ કેમિકલ ઠાલવી ગયું છે. સવારે જોતા અહીં પાણીના ખાડામાંથી ધુમાડા નિકળતા હતા અને આ કેમિકલ એસિડની જેમ જલદ હોય તેવું લાગી રહ્યું છે. ગામના પશુ પાલકો તેમના પશુઓને પાણી પીવડાવવા અહીં લાવતા હોય છે. પશુ પાલકોને તો જાણ કરી દેવામાં આવી છે કે આ પાણી કોઈ પશુને પીવડાવે નહિ. પણ આ તળાવ ભૂંડ, રોઝડા સહિતના અનેક રઝળતા પશુઓ માટે પીવાના પાણીનો સ્ત્રોત હતો. તેમના જીવ ઉપર જોખમ ઉભું થયું છે. વધુમાં તેઓએ તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે કે આ કેમિકલ ઠાલવી જનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવે.