મધુરમ ક્લિનિક સામેથી 5000 ની કિંમતના ગેરકાયદેસર હથિયાર સાથે દિપેશ ઉર્ફે સલીમ રાઠોડની ધરપકડમોરબી અપડેટ: મોરબી SOG ટીમ દ્વારા મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે મધુરમ ક્લિનિક સામે રોડ પરથી એક શખ્સને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.વિગત મુજબ, પકડાયેલા આરોપીનું નામ દિપેશભાઈ ઉર્ફે સલીમભાઈ ગૌતમભાઈ રાઠોડ છે. તે હાલ માળિયા (મી.) તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે નીરુબેનનગરમાં રહે છે અને મૂળ માળિયા (મી.) ના મોટા ભેલા ગામનો વતની છે.SOG ટીમે આરોપી પાસેથી 1 દેશી હાથ બનાવટનો તમંચો જપ્ત કર્યો છે, જેની કિંમત રૂપિયા 5000 આંકવામાં આવી છે. આ શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #SOGMorbi #CrimeNews #IllegalWeapon #GujaratPolice