મોરબી : મોરબી એસ.ઓ.જી. દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ.ના ગુનામાં આ આરોપી લાંબા સમયથી ફરાર હતો.પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અને પોલીસ અધિક્ષક મોરબીની સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. મોરબીએ નાસતા-ફરતા આરોપીઓને પકડવા સુચના આપી હતી. આ સુચનાના આધારે એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમી મુજબ આ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી. ટંકારા પોલીસ સ્ટેશનના બી-પાર્ટ ગુ.ર.નં.૪૩૪/૨૦૨૩ એન.ડી.પી.એસ. કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપીને દબોચી લેવાયો છે. પકડાયેલ આરોપીનું નામ નાસીરમિયા સિકંદરમિયા મલેક (ઉ.વ.૩૬) છે. આરોપી હાલ અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહે છે અને તે મૂળ ખેડા-નડીયાદનો વતની છે.આરોપીને શોધી કાઢીને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #SOGMorbi #GujaratPolice #TankaraPolice #NDPS #CrimeNews #Arrest