રાજસ્થાની શખ્સ પાસેથી રૂ.1,48,140ની કિંમતનું 49.38 ગ્રામ મેફેડ્રોન કબ્જે કરાયુંમોરબી : મોરબીમાં છાનેખૂણે વધી રહેલા ડ્રગ્સના દુષણ સામે પોલીસ દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે એસઓજી દ્વારા શહેરમાં ત્રાજપર ચોકડી પાસે એક શખ્સને રૂ.1.48 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે, રાજસ્થાનનો રહેવાસી કાલુલાલ ગોયલ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો પોતાની પાસે રાખીને ત્રાજપર ચોકડી પાસે આવેલા મેલડીમાંના મંદિર નજીક વેચવાની પેરવીમાં છે. આ બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે રેઈડ કરીને આરોપી કાલુલાલ પુરાલાલ ગોયલ (ઉ.વ. 26) રહે. લસુડીયા, તા. ઢગ, જી. ઝાલાવાડ, રાજસ્થાનવાળાને મેફેડ્રોન પાવડર 49.380 ગ્રામ (કિંમત રૂ. 1,48,140) સાથે ઝડપી લઇ તેની વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8 (સી), 21 (બી), 29 મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #SOGMorbi #DrugsSeized #Mephedrone #CrimeNews #GujaratPolice