હળવદ : હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપીડીના ગુનામાં છેલ્લા પોણા બે વર્ષથી ફરાર આરોપીને એસઓજી ટીમે મુંબઈથી પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં જય કિશાન ટ્રેડીંગ નામની પેઢી સાથે રૂ. ૬૯,૬૪,૮૬૮/-ની છેતરપીંડી કરનાર એક આરોપી પકડાઈ ગયો હોય, જ્યારે બીજો આરોપી દિપક પવનકુમાર ગેહલોત ઉ.વ. ૩૯ રહે. સી ૧૩૩ ધનરાજી એપાર્ટમેન્ટ, મહાકાળી મંદિરની બાજુમાં કારગીલ નગર મંડવેલ પાડા રોડ, વિરાર, જિલ્લો પાલઘર, મહારાષ્ટ્રવાળો પોણા બે વર્ષથી નાસતો ફરતો હતો. આ આરોપી હાલ મુંબઇમાં ગોરઇ વિસ્તારમાં હોવાની માહિતી મળતા મોરબી એસઓજી ટીમે ત્યાં જઇ આરોપીને પકડી લઈ તેને હળવદ પોલીસ સ્ટેશનને સોંપી દીધેલ છે.આ કામગીરીમાં એસઓજી પોલીસ ઇન્સ્પેકટર એન.આર. મકવાણા, એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ, મદારસિંહ માલુભા મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ કરશનભાઇ ખાંભલીયા સહિતના જોડાયેલ હતા.