ટંકારા : તાજેતરમાં જ યોજાઈ ગયેલ તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણીકાર્યમાં સારું પર્ફોમસ કરવા બદલ ટંકારા તાલુકા ટીડીઓ એન.એમ. તરખાલાને સાલ ઓઢાડી અને ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ટંકારા તાલુકા તેમજ જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી-2021માં પ્રતિબદ્ધતા, સાતત્યતા અને દિવસ-રાત જોયા વિનાં કાર્ય કરનારા ટંકારા તાલુકા ટીડીઓ એન.એમ. તરખાલા સાહેબને ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ તેમજ સામાજિક કાર્યકર ગૌતમભાઈ વામજા, રમેશભાઈ ખાખરીયા, ભાવિનભાઈ સેજપાલ, સાગરભાઇ કોરડીયાએ સાહેબને રૂબરૂ મળી સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી ટંકારા તાલુકાના ટીડીઓ નાગાજણ માલદેભાઈ તરખાલાનુ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકરોનો ટીડીઓશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો. થોડા દિવસ પહેલા જ ખુદ ટીડીઓએ પોતાનાં તાલુકા પંચાયત કચેરી સ્ટાફ રાત દિવસ જોતરાઈને તલાટી મંત્રીઓ, શિક્ષકો અને ICDS વિભાગનાં કર્મચારીઓનું સાલ ઓઢાડી અને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ તેના અનુસંધાને સામાજિક કાર્યકરોને થયું કે આપણે પણ ટંકારા તાલુકા ટીડીઓશ્રીની સારી કામગીરી કરવા બદલ સન્માન કરવું જોઈએ. જે આજે સાહેબની ઓફિસે રૂબરૂ મળી સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે મામલતદાર અને પીએસઆઇનું પણ સન્માન કરવામાં આવનાર હતું. પણ તે કોઈ સંજોગ અનુસાર હાજર ન રહી શકવાને કારણે સામાજિક કાર્યકરોએ અફસોસ વ્યક્ત કર્યો હતો.