મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા એક અજાણ્યા વૃદ્ધનું સાતેક દિવસ પહેલા અવસાન થયું હતું. સાત દિવસ બાદ પણ એમના કોઈ વાલીવારસની ભાળ ન મળતા આખરે પંચમુખી ટ્રસ્ટના સભ્યો તેમજ હસીનાબેન લાકડા સાહિતનાઓએ સદગતને પરિજન માની એમના સંતાનોની ગરજ સારતા મૃતકની અંતિમવિધિ હિંદૂ રીત-રિવાજથી કરીને માનવતાનું શ્રેષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે પંચમુખી ટ્રસ્ટ અને હસીનાબેન મોરબી ખાતે બિનવારસી મૃતદેહોની અંતિમક્રિયા કરવાનો સેવાયજ્ઞ ઘણા સમયથી ચલાવી રહ્યા છે.