ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામની વસ્તી આશરે ૩૮૦૦ જેવી છે ત્યારે ગામમાં જ આવેલ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની આરોગ્ય વિષયક કામગીરીને ધ્યાનમાં રાખી ગામના જાગૃત અને સામાજિક કાર્યકર અને આરોગ્ય ગ્રામ સંજીવની સમિતિના સદસ્ય રમેશ ઠાકોરે મુલાકાત કરતા તમામ કર્મચારીઓ જેવા કે સીએચઓ બાદી તૈયબાબેન, એએનએમ ભાવનાબેન ભીંડી, એમપીએચડબ્લ્યુ જગદીશભાઈ જાની સવારથી હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં હાજર જોવા મળ્યા હતા. આરોગ્યની સાવચેતીને ધ્યાનમાં રાખી આરોગ્ય કર્મચારી તેમજ રમેશ ઠાકોરના પ્રયાસોથી આરોગ્યની વાનમાં લાઉડ સ્પિકરથી ગલીએ ગલીએ જાહેરાત કરી ગામલોકોને ઘર બહાર ન નિકળવા સુચન કર્યા હતા તેમજ ક્રિકેટપ્રેમીઓને જાહેરમાં ક્રિકેટ રમી સરકારના જાહેરનામાનો ભંગ ન કરવા જણાવ્યું હતું તેમજ પાદરમાં ટોળા વળીને બેસતા લોકોને બે હાથ જોડી ઘરમાં જ રહેવા તેમજ શાકભાજીના સ્ટોલવાળાને માર્કિંગના રાઉન્ડ કરી એક મીટરનું અંતર જાળવવા તેમજ ટોળે ન વળવા સુચન કર્યું હતું જો કોઈ કાયદાનું પાલન નહી કરે તો કાયદેસરની કાર્યવાહી કરતા પણ આરોગ્યતંત્ર કે પોલિસ ખચકાશે નહી તેવુ જણાવ્યું હતું. ટંકારા તાલુકાની પોલિસ પીસીઆર વાન પણ સરકારના જાહેરનામાનો ભંગ કરનારને સજા કરવા માટે તત્પર હોય હડમતિયા ગામની મેઈન બજારમાં સાયરન સાથે ઘરમાં રહેવા સુચના આપી હતી ત્યારે પોલિસ જવાનોની પ્રસંશનિય કામગીરીને પણ રમેશ ઠાકોરે બિરદાવી હતી.