ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામની વસ્તી આશરે 4000ની આસપાસ છે ત્યારે ગામમાં જ આવેલ હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં મમતા દિવસ નિમિત્તે બાળકોને વેક્સિન તેમજ કોવિડ-19 વેક્સિનની કામગીરી અને કોરોના રેપીડ ટેસ્ટની દર્દીઓને આરોગ્ય વિષયક કામગીરીને ધ્યાનમાં રાખી ગામના જાગૃત અને સામાજિક કાર્યકર અને આરોગ્ય ગ્રામ સંજીવની સમિતિના સદસ્ય રમેશભાઈ ખાખરીયાએ મુલાકાત કરી હતી. આ સમયે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના તમામ આરોગ્ય કોરોના વોરિયર્સ કર્મચારીઓને ધન્યવાદ પાઠવ્યા હતા. સાથે વેલનેશ સેન્ટરમા ઘટતી દવાઓની જાણકારી મેળવી હતી અને કોઈ ઓક્સિમીટર કે અન્ય નાની સાધન સામગ્રી ખરાબ થઈ હોય કે રેપીડ ટેસ્ટની કીટ જોઈએ તેટલી દાતાઓ દ્વારા આપવા સંમતી દર્શાવી હતી. આ સમયે આરોગ્ય કર્મચારીઓ જેવા કે સીએચઓ બાદી તૈયબાબેન, એએનએમ ભાવનાબેન ભીંડી, એમપીએચડબ્લ્યુ ઈસ્માઈલભાઈ કડીવાર સવારથી જ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરે હાજર જોવા મળ્યા હતા અને સામાજિક કાર્યકર દ્વારા ઘટતી વસ્તુ કે જરુર જણાય ત્યાં હેલ્પના આશ્વાસનથી એક આરોગ્ય સંજીવની સમિતિના એક્ટીવ સદસ્યથી ખુશ થઈ ગયા હતા.