ટંકારા : મોરબી રાજકોટ હાઇવે પર લજાઇ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનાવવા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ ટંકારા નજીક ચાર રસ્તા લજાઈ ચોકડી આવેલી છે. અહીં વાંકાનેર, રાજકોટ, અને મોરબીથી આવતા જતા વાહનોની સંખ્યા મોટા પ્રમાણમાં રહે છે. ત્યારે રોજ-બરોજના નાના-મોટા અકસ્માતો નિવારવા તેમજ ટ્રાફિક જામ ન થાય તે માટે વહેલીતકે લજાઇ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનાવવો જરૂરી છે. આ ઉપરાંત કચ્છથી સૌરાષ્ટ્ર તરફ જતા વાહનો માટે પણ આ એકમાત્ર રસ્તો છે. જેથી પેસેન્જર અને માલવાહક વાહનો ખૂબ મોટા પ્રમાણમાં રહે છે, ત્યારે ટ્રાફિક જામની સમસ્યા અને અકસ્માત નિવારવા લજાઇ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનાવવા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.