આકાશમાં વિહરતા પક્ષીઓ કહી રહ્યા છે 'અમને સૂર્યોદય નેે સંધ્યા સમયે ઉડવા દો અને કલરવ કરવા દો તમારી પ્રકૃતિને અમે રંગીન બનાવશું કુદરતના ખોળે વિહરતા વિહંગ ઈજાગ્રસ્ત કબુતરને સારવાર કરાવી માનવતાની જ્યોત અખંડિત રાખી હડમતિયા : ટંકારાના હડમતીયા ગામે કન્યા તાલુકા શાળાના કેમ્પસમા ગંભીર રીતે ઘવાયેલ કબુતરને શાળાના શિક્ષકો આચાર્ય મનહરભાઈ ફૂલસારીયા, પ્રવીણભાઈ ભાગિયા, નિતીનભાઈ નમેરા, નિલેશભાઈ સિણોજીયા, હર્ષદભાઈ લો, કોમલબેન સરડવાએ જીવદયાપ્રેમી સામજીક કાર્યકર રમેશ ખાખરીયાને જાણ કરતા જીવદયાપ્રેમી સામજીક કાર્યકરે તત્કાલિન અસરથી રાજ્ય સરકારની પશુ-પક્ષી માટે ટોલ ફ્રી 1962 'કરુણા એનીમલ હેલ્પલાઈ ' નો સંપર્ક કરતા મારતા ઘોડે સજનપર એમ.વી.ડી પાયલોટ હિતેશભાઈ તેમજ ડોક્ટર ચિરાગ ગોંડલીયા ઘટના સ્થળે પહોંચી કબુતરને તપાસતા ઇન્ફેક્શન જણાતા ઇન્જેક્શન અને ડ્રોપ આપી કબુતરની સારવાર કરાવી માનવતાનું ઉતમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતું. ઉલ્લેખનીય છે કે કુદરતના ખોળે વિહરતા વિહંગ પક્ષીઓ પ્રકૃતિની શાન છે દરેક મનુષ્યજીવે કુદરતના ખોળે વિહરતા કલરવ કરતી પ્રકૃતિને ટકાવી રાખવા સૌ કોઈએ ભાગીદાર થવું જોઈએ. સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે જો માનવ પ્રજાતી આ અબોલ પક્ષીઓની દેખભાળ નહીં કરે તો આવનાર સમયમાં ધરતી પર પક્ષીઓનો કલરવ નામશેષ થઈ જશે.આમ સામાજિક કાર્યકરે અનેક પશુ પક્ષીઓને રાજ્ય સરકારની આ હેલ્પલાઇન દ્વારા અનેક જીવ બચાવ્યા છે આ સેવા અબોલ જીવો માટે વરદાનરુપ સાબિત થઈ રહી છે ત્યારે જીવદયાપ્રેમી સામજીક કાર્યકર રમેશ ખાખરીયાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.