ટંકારા : ગઈકાલે તારીખ 15મી ઓગસ્ટના રોજ ટંકારા ખાતે જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વ ઉજવાયો હતો. જેમાં સમાજ સેવક એવા વલમજીભાઈ રાજપરાનું સન્માન કરવામાં આવ્યું હતું. ટંકારાના દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વ ઉજવાયો હતો. જેમાં ટંકારા સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ અને હંમેશા સેવાના કાર્યમાં અગ્રેસર રહેતા વલમજીભાઈ રાજપરાનું મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરાયું હતું. આ તકે, રાજ્યસભાના સાંસ કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાની ઉપસ્થિતિમાં વલમજીભાઈ રાજપરાને સન્માનપત્ર એનાયત કરાયું હતું.