શ્રીમંત મહિલાઓના ગોપી મંડળ ગ્રુપ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી અઠવાડિયામાં ચાર દિવસ સુધી નિસ્વાર્થ ભાવે ચાલતી સેવા પ્રવૃત્તિ : રોડ ઉપર ચૂલા નાખી ગ્રામીણ ઢબે 800 રોટલી બનાવીને યદુનદન ગૌશાળાના 600થી વધુ લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરે છે મોરબી : સામાન્ય રીતે આજના ફોરવડ બનતા યુગમાં ઘણી મહિલાઓને ઘરે રસોઈ બનાવવામાં ચડતી સુગ વચ્ચે હદય-મનને ટાઢક આપે તેવી સરાહનીય બાબત પ્રકાશ આવી છે.જેમાં મોરબીની શ્રીમંત મહિલાઓનું એક ગ્રુપ પોતાના માટે નહીં પણ પરમાર્થના કાર્ય માટે એકદમ દેશી ઢબથી જાહેરમાં સમૂહમાં બેસીને રોટલીઓ બનાવે છે.આ મહિલાઓ છેલ્લા એક વર્ષથી અઠવાડિયામાં ચાર દિવસ સુધી 800 રોટલીઓ બનાવીને યદુનંદન ગૌશાળામાં પહોંચાડીને આ સેવાભાવી સંસ્થામાં આશ્રય આશરે 600થી વધુ ગરીબોનું જઠરાગ્નિ તૃપ્ત કરે છે.તેમજ શ્વાનોને સહિતના અબોલ પશુઓને પણ રોટલી રોટલા ખવડાવીને માનવ સેવા સિવાય બીજો કોઈ ધર્મ મોટો ન હોવાનું પુરવાર કર્યું છે. મોરબીના રવાપર રોડ પર આવેલા પોષ વિસ્તારોમાં મોટાભાગના ઉધોગપતિઓના પરિવારો રહે છે.જેમાં રવાપર રોડ પર આવેલ પ્રાણનગર-2સોસાયટીમાં રહેતા ઉધોગપતિ પરિવારની 20 મહિલાઓનું ગોપી મંડળ ગ્રુપ જાણીતી સેવાભાવી સંસ્થા યદુનદન ગૌશાળામાં આશ્રય લેતા આશરે 600 જેટલા ગરીબોની જઠરાગ્નિ તુપ્ત કરીને સેવા પરમો ધર્મ હોવાનું ચરિતાર્થ કરી રહ્યું છે. સામાન્ય રીતે શ્રીમંત મહિલાઓના ઘરમાં રસોઈ બનાવવા માટે નોકર ચાકર હોય છે .ત્યારે આ પ્રાણનગર-2સોસાયટીની શ્રીમંત મહિલાઓ પોતાના માટે નહીં પણ દરિદ્ર નારાયણ માટે ગ્રામીણ પરંપરા પ્રમાણે જાહેરમાં સમૂહમાં ગોઠવાયને રોટલીઓ બનાવે છે.એ પણ એક બે દિવસ માટે નહીં અને પાંચ પચીસ રોટલીઓ પણ નહીં પુરી 800 રોટલીઓ બનાવે છે.એ પણ દર અઠવાડિયે ચાર દિવસ સુધી.આ કઠિન કામ પણ તેમનામાં રહેલી ભુખ્યાને ભોજન આપવા નિસ્વાર્થ ભાવે સેવા કરવાની ઉદાર ભાવનાથી સરળ બની ગયુ છે.20થી વધુ મહિલાઓ છેલ્લા એક વર્ષથી દર અઠવાડિયે ચાર દિવસ સુધી આ સેવાયજ્ઞ ચલાવે છે. 20 મહિલાઓ ઘરેથી લોટ સહિતની તમામ સામગ્રી ઘરેથી લઈને જાહેર રોડ પર આવે છે અને રોડ પર ગ્રામીણ પરંપરા મુજબ ચૂલા પેટાવે છે.એ પછી તમામ મહિલાઓ એક સમૂહમાં બેસીને રોટલીઓ બનાવે છે.આ દ્રશ્ય જોઈને એવું લાગે છે કે, એક દાયકા પહેલાં ગ્રામીણ વિસ્તારોમાં કોઈ પ્રસંગ માટે પંગત જમતી હોયને સમૂહમાં બેસીને મહિલાઓ દેશી ઢબથી રસોઈ બનાવતી હોય એવું લાગે છે.પણ આ મહિલાઓ કોઈ પ્રસંગના જમણવાર માટે નહિ પણ ભુખ્યાજનોની જઠરાગ્નિ તુપ્ત કરવા માટે રોટલીઓ બનાવે છે.800 જેટલી રોટલીઓ તૈયાર થઈ જાય પછી યદુનદન ગૌશાળામાં પહોંચાડી આવે છે.જેથી ત્યાં દરરોજ 600 થી વધુ લોકો જમે છે.ઉપરાંત આ મહિલાઓ જુદાજુદા વિસ્તારોમાં અબોલ પશુઓ માટે ઘરેઘરેથી રોટલા રોટલીઓ એકત્ર કર્યા બાદ ભીમનાથ મહાદેવ મંદિર આસપાસના વિસ્તારમાં શ્વાનોને રોટલી રોટલા ખવડાવે છે.તેમજ ગાય સહિતના અબોલપશુઓને પણ ખવડાવે છે.એકવર્ષથી દર મહિનામાં 20 દિવસ સુધી આ સેવા પ્રવૃત્તિ ચાલે છે.આ મહિલાઓ કહે છે કે માનવ અવતારનો મૂળ ઉદેશ્ય બીજાને મદદરૂપ બનીને પરમ આનંદની અનુભૂતિ કરવાનો છે.બીજાને મદદરૂપ થવાથી ભીતરમાં સ્વર્ગનું સુખ મળ્યાનો અહેસાસ થાય છે.ત્યારે આ મહિલાઓનો સેવાયજ્ઞ અન્યો માટે પ્રેરણાદાયી બની રહ્યો છે. યદુનંદન ગૌશાળાની સેવા પ્રવૃત્તિ જોઈને મહિલાઓ સેવા કરવા પ્રેરાય મોરબીની યદુનદન ગૌશાળામાં અસંખ્ય ગોમાતાઓ સહિત અબોલ પશુઓ અને મનો અસ્થિર સહિતના અનેક જરૂરિયાતમંદ લોકોને નિષ્ઠાપૂર્વક સેવાચાકરી કરવામાં આવે છે.ત્યારે શ્રીમંત મહિલાઓના ગોપી મંડળના સદસ્ય ભાનુબેન ઘનશ્યામભાઈ અઘારાદોઢ વર્ષ પહેલાં આ સેવાભાવી સંસ્થાની મુલાકાતે ગયા હતા.ત્યારે યદુનદન ગૌશાળાની સેવા પ્રવૃત્તિ જોઈને આ સેવા કરવા માટે પ્રેરાયા હતા.પહેલા આ ગોપી મંડળ ગ્રુપની મહિલાઓ આ સંસ્થાની ગાયો માટે રોટલી બનાવવાની શરૂઆત કરી હતી.આથી આ સંસ્થાએ રોટલીઓ સારી બનાવતા હોવાનું કહીને સંસ્થામાં આશ્રય લેતા ગરીબો માટે રોટલી બનાવવા જણાવ્યું હતું.ત્યારેથી જ મહિલાઓ આ સંસ્થાના લોકો માટે રોટલીઓ બનાવે છે.જોકે આ ઉધોગપતિઓના પરિવારની મહિલાઓના ઘરે રસોઈ બનાવવા અન્ય બહેનો આવે છે.પણ યદુનંદન ગૌશાળામાં આશ્રય લેતા 600થી વધુ ગરીબોને બે ટેંક ભોજન સારું ખાવા મળે તે માટે આ મહિલાઓએ કોઈપણ જાતના સંકોચ વગર સેવાયજ્ઞ શરૂ કર્યો હતો.જે બેમિસાલ છે.જોકે અઠવાડિયામાં ચાર દિવસ સુધી રોટલીઓ બનાવવાનો તેમનો વારો હોય છે.ઉપરાંત દર અમાસ,પૂનમ અને અગિયારસના દિવસે પણ એક મણની રોટલી બનાવે છે.જોકે સવારે મહિલાઓ યદુનદન ગોશાળાના લોકો માટે રોટલીઓ બનાવે છે અને સાંજે આસપાસના વિસ્તારોમાંથી રોટલા રોટલીઓ ઉધરાવીને શ્વાન,ગોમાતાઓને ખવડાવે છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne