કાર્યક્રમમાં હાસ્ય કલાકારો ઉપસ્થિત રહેશે મોરબી : મોરબી તાલુકાના બંધુનગર ગામ ખાતે બહુચર યુવક મંડળ દ્વારા શનિવારે ધર્માદો એકઠો કરવા સામાજીક નાટકો અને કોમિકનું આયોજન કર્યું છે. બહુચર યુવક મંડળ-બંધુનગર તથા બંધુનગર ગામના સૌજન્યથી ધર્માદાના લાભાર્થે તા. 9 ને શનિવારનાં દિવસે રાત્રે 10 કલાકે રામજી મંદિર ચોક ખાતે સામાજીક નાટકોનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં 'દૈત્યવધ યાને જય મહાકાળી' તેમજ સામાજીક નાટક 'નાગમતી નાગવાળો' સાથે કોમીક 'નાથાબાપાનો ઘરસંસાર' તેમજ યુ-ટ્યુબ સ્ટાર ધનસુખભાઇ ભંડેરી પ્રેશકોને હસાવશે. આ કાર્યક્રમમાં યુ-ટ્યુબ સ્ટાર વિજૂડી અને કોમેડી સ્ટાર રાજેન્દ્ર પંચાલ પણ કલા પ્રસ્તુત કરશે. તો આયોજકોએ સર્વ જનતાને કાર્યક્રમમાં પધારવા આમંત્રણ આપ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..