ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર મુકામે મોરબી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજિક સમરસતા મહાયજ્ઞ યોજાયો હતો જેમાં ટંકારામાં વસતા દરેક સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તકે, રમાણિકભાઈ વડાલીયા અને તેમની ટીમ દ્વારા યજ્ઞવિધિ કરાવવામાં આવી હતી. આર્યસમાજ મહાલયના આચાર્ય રામદેવજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને સમાજમાં એકતા, સંગઠન અને સમરસતાના મહત્વ વિશે જણાવ્યું હતું. આયોજનને સફળ બનાવવા ટંકારા સમરસતા સંયોજક દીપકભાઈ ખત્રી અને અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.