મોરબી સીટી-એ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી મોરબી : મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા સામાજિક સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી હોય એમ એક પછી એક માથાભારે અપરાધીઓ વિરુદ્ધ પાસા અને હદપારી હુકમ કરી મોરબીને ગુન્હેગાર મુક્ત કરવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અન્વયે વધુ બે અપરાધીઓને હદપાર કરાયા છે. મોરબી શહેરમાં અસામાજીક તત્વોની કુપ્રવૃતીઓ ડામવા જિલ્લા પોલીસવડા દ્વારા કરાયેલ આદેશ અન્વયે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ દેશીદારૂ જેવા ગુન્હાઓમા પકડાયેલ ઇમરાનભાઇ મામદભાઇ પલેજા અને અલીભાઇ દાઉદભાઇ પલેજા રહે.કાલીકા પ્લોટ,બાવા અહેમદશા મસ્જીદની બાજુમા,મોરબી વાળાઓ વિરુધ્ધ હદપારીની દરખાસ્ત કરવામા આવતા સબ.ડીવી.મેજીસ્ટ્રેટ, પ્રાંત કચેરી, મોરબી દ્વારા હદપારી મંજુર કરી બન્ને ઇસમોને મોરબી જીલ્લા, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જીલ્લામાથી હદપાર કરેલ હોય જેથી બંને ઇસમોને હદપારીની બજવણી કરી આ તમામ જીલ્લાઓ બહાર મોકલી આપવા તજવીજ કરેલ હતી.