મોરબી : મોરબી શહેરના હૃદય સમાન મયુર પુલ પર નાગરિકોની સુવિધા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા બેસવા માટેના બાકડા મૂકવાની કામગીરી કરવામાં આવી છે. આ બાબતે શહેરના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે વર્ષ 2017થી રજૂઆત કરતાં આવ્યા છે ત્યારે આખરે બાકડા મૂકાતા સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ગીરીશભાઈ કોટેચાએ આ કાર્ય બદલ મોરબી મહાનગરપાલિકા, કમિશનર, લાયન્સ ક્લબ ઓફ મોરબી અને કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો છે.આ ઉપરાંત સામાજિક કાર્યકરોએ જાહેર જનતાને પણ જ્યાં ત્યાં કચરો ન નાખવા અને થૂંકવું નહીં તેવી અપીલ કરી છે. સાથે જ થોડા દિવસ પહેલા મયુર પુલ પર લગાડેલા બોર્ડને નુકસાન કરવામાં આવ્યું હતું જેથી સરકારી મિલકતને નુકસાન ન કરવા પણ જણાવ્યું છે.