મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, દેવેશભાઈ રાણેવાડીયા અને ગીરીશભાઈ કોટેચાએ મોરબીના મહેન્દ્રપરા થી પંચાસર રોડનો વિકાસ પૂર્ણ થતા હવે ત્યાં લાઈટો અને સીસીટીવી કેમેરા નાખવા મોરબી મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.સામાજિક કાર્યકરોએ નવો રોડ બનાવ્યો તે માટે તંત્રનો આભાર માન્યો હતો, પરંતુ જો આ રોડ પર સીસીટીવી કેમેરા અને લાઈટ માટે નવા થાંભલા નાખવામાં આવે તો અનેક સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે તેમ છે. કેમકે આ રોડ પર અનેક વખત લૂંટફાટ અને મહિલાઓ સાથે અનિચ્છનીય બનાવ બનતા હોય છે. આ ઉપરાંત જો લાઈટો નાખવામાં આવે તો વાહન ચાલકોને પણ સલામતી રહે છે. તેથી તાત્કાલિક ધોરણે આ રોડ પર લાઈટો અને સીસીટીવી નાખવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.