મોરબી : મોરબીમાં રેવન્યુ વિભાગમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને રજુઆત કરવામાં આવી છે. જેમાં તેને તપાસની પણ માંગ કરી છે.મોરબીના સામાજિક કાર્યકર ગોપાલભાઈ સોલંકીએ રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. બિનખેતીમાં પૈસા ન મળે તો પ્રકરણમાં ટાઈટલ ન મળવાના બહાને અરજી દફતર કરી દેવામાં આવે છે. કલેક્ટર કચેરીમાં તમામ બ્રાન્ચમાં કેમેરા સીસીટીવી કેમેરા બંધ છે અથવા કાઢી નાખવામાં આવ્યા છે. તાજેતરમાં સુરેન્દ્રનગરમાં જે રીતે તપાસ થઈ તેમ મોરબીમાં પણ કરવામાં આવે તો ત્યાંથી પણ મોટા કૌભાંડ નીકળી શકે તેમ છે.