સૌથી વધુ હોટ સ્પોટ અમદાવાદથી 69 લોકો મોરબી આવ્યા : આ તમામ લોકોના હેલ્થ ચેકિંગ બાદ કોરોન્ટાઇન કરાયા હતા મોરબી : રાજ્યમાં સૌથી વધુ કોરોના હોટ સ્પોટ ક્ષેત્રો અમદાવાદ પછી સુરત, વડોદરા અને રાજકોટ સીટી છે. આ ક્ષેત્રોમાંથી અત્યાર સુધીમાં ઘણા લોકો મોરબી જિલ્લામાં આવ્યા છે. કોરોના પ્રભાવિત વિસ્તારોમાંથી આવવા મામલે કેટલાક સામે જાહેરનામા ભંગ હેઠળ ગુના પણ નોંધાયા છે. જોકે તંત્રએ સૌથી પહેલા તકેદારી લઈને મોરબી જિલ્લામાં આવેલા આ બહાર જિલ્લાના લોકોનું હેલ્થ સ્ક્રીનિગ અને કોરોન્ટાઇન પણ કર્યા હતા. જેમાંથી અમુક લોકોના કોરોન્ટાઇન પીરોયડ પૂરો થઈ ગયો છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર અમદાવાદમાંથી 69, રાજકોટથી 24, સુરતથી 8 અને વડોદરાથી 6 સહિત 150.લોકો આવ્યા છે. આ લોકોનું સૌથી પહેલા આરોગ્ય ટીમ દ્વારા હેલ્થ સ્ક્રીનિગ તેમજ સેમ્પલ લઈને યોગ્ય ચકાસણી કર્યા બાદ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. મોરબી શહેરી વિસ્તારોમાં 84 જેટલા લોકો આવ્યા છે. જેમાં 41 શનાળા રોડ અને આજુબાજુના વિસ્તારો તથા 20 જેલચોક અને લીલાપર રોડ અને 23 સામાકાંઠે અને બાકીના ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યા છે. આ લોકો મૂળ મોરબી જિલ્લાના જ વતની છે અને ધંધો કરવા અન્ય જિલ્લામાં સ્થાયી થયેલા આ લોકો છે અને કોરોનાને કારણે મોરબી જિલ્લામાં પરત આવ્યા હોવાનું સરકારી ચોપડે નોંધાયેલું છે. બહારના રાજ્યમાંથી તા.1 પછી 4 લોકો આવ્યા છે. જેમાં 3 રાજસ્થાન અને 1 દિલ્હીથી આવ્યો છે. આ બહારના જિલ્લા કે રાજ્યમાંથી આવેલા તમામ લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા અને આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવાયા હતા. અમદાવાદ અને રાજકોટમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધતા હોવાથી ત્યાંથી લોકોનું વતનમાં હિજરત શરૂ થઈ ગઈ છે. ત્યારે મોરબી જિલ્લામાં બહારના રાજ્યમાંથી લોકો આવે તે માટે જિલ્લાના તમામ પર્વેશમાર્ગો પર છ ટીમોનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે અને આરોગ્યની તપાસ બાદ સાવચેતીના પગલાં લેવાય છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/