મોરબી : વિક્રમ સંવત 2080ના નુતન વર્ષને આવકારવા અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા મોરબી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા શહેર તેમજ જીલ્લામાં વસતા રાજપૂત ક્ષત્રિય સમાજના પરિવારોના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલનનો કાર્યક્રમમાં તા. 14 નવેમ્બરના સાંજના 4:30 કલાકે જીલ્લા સેવા સદન પાછળ આવેલા રેમન પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો છે. આ સ્નેહમિલન કાર્યક્રમ બાદ અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મોરબી તેમજ સમગ્ર જીલ્લામાં વસતા રાજપૂત સમાજના પરિવારજનોને ઉપસ્થિત રહેવા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.