મોરબીઃ શ્રીહરિ નકલંક વિદ્યાલય બગથળાના ધોરણ 10ના 2006ની બેચના વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ અને ગુરુવંદના કાર્યક્રમ આગામી તારીખ 18 ડિસેમ્બરના રોજ યોજાશે. મોરબીની બગથળા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બગથળા ખાતે ગુરુ ભાવવંદના કાર્યક્રમ યોજાશે. 18 ડિસેમ્બર ને રવિવારના રોજ બપોરે 4 કલાકે બગથળાના પટેલ સમાજ વાડી ખાતે સ્નેહમિલન અને ગુરુવંદના કાર્યક્રમ યોજાશે. વધુ માહિતી માટે ઉમેશ ઠોરિયા (મો. ૯૭૧૪૨ ૩૩૩૫૫) અને કાનજી સાદરિયા (મો. ૯૬૩૮૧ ૫૧૨૧૯)નો સંપર્ક કરવા જણાવાયું છે.