વર્ષાઋતુમાં જોવા મળતો દુર્લભ નજારો ખેડૂતે કેમરમાં કેદ કર્યોટંકારા : વર્ષાઋતુનું આહલાદક વાતાવરણ મોટાભાગના પશુ - પક્ષીઓ અને પ્રાણીઓ માટે સંવનન કાળ ગણાવમાં આવે છે. સરીસૃપો પણ વર્ષઋતુમાં જ પ્રણય ક્રીડા કરતા હોય છે પરંતુ સરીસૃપોની પ્રણય ક્રીડા સામાન્યતઃ દુર્લભ હોય છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ટોળ ગામે આવો જ દુર્લભ ગણાતો નજારો એક ખેતરમાં જોવા મળ્યો હતો અને જોગાનુજોગ આ ઘટના સમયે ખેડૂતે હાજર હોય સમગ્ર પ્રણય ક્રીડા કેમરમાં કેદ થઈ હતી.ટંકારા તાલુકાના ટોળ ગામે ભાજપ અગ્રણી ધેલાભાઈ ફાંગલિયા રવિવારે સાંજના સમયે પોતાના ખેતરે હતા ત્યારે આકાશમાં વાદળોની જમાવટ વચ્ચે સંધ્યા ખીલી હતી અને આ સુંદર નજારા વચ્ચે એક નાગ-નાગણી ખુશનુમા વાતાવરણમાં પ્રણયમાં લીન બન્યા હતા. આ દુર્લભ દ્રશ્યો ઘેલાભાઈના ધ્યાને આવતા જ તેઓએ નૃત્યાત્મક પ્રણય ક્રીડાનો નજારો કેમેરામાં કેદ કરી લીધો હતો.