પહેલા મિતાણાં ગામે આવેલ બહુચર માતાના મંદિરની દાનપેટીમાંથી હાથફેરો કર્યા લૂંટનો પ્રયાસ કર્યો : ટંકારા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી ટંકારા : ટંકારા પંથકમાં આજે તસ્કરોએ રીતસરનો આંતક મચાવ્યો હતો. જેમાં ટંકારાના કાગદડી પાસે છરીના ઘા ઝીકી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે પહેલા મિતાણાં ગામે આવેલ બહુચર માતાના મંદિરની દાનપેટીમાંથી હાથફેરો કર્યો બાદ લુટનો પ્રયાસ કરાયો હતો. હાલ આ બનાવની જાણ થતાં ટંકારા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે સૂત્રો પાસેથી આ બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે ચોરીના બનાવો બન્યા છે. એમાં ટંકારા પંથકમાં તસ્કરોએ હાહાકાર મચાવ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. જેમાં તસ્કરોએ ટંકારાના કાગદડી પાસે છરીના ઘા ઝીકી લૂંટ ચલાવી હોવાનો બનાવ બન્યો છે. આ જ તસ્કરો ટંકારાના મિતાણા ગામે આવેલ બહુચર માતાના મંદિરમાં ત્રાટકયા હતા અને આ મંદિરની દાનપેટીમાંથી ચોરી કરી ગયા હતા. જો કે કેટલી રકમની ચોરી થઈ તે અંગે વિગતો મળી નથી. હાલ આ બનાવની જાણ થતાં ટંકારા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. જો કે સીસીટીવી કેમરા બંધ હોવાથી પોલીસને મહત્વની કડી મળી નથી. જ્યારે પહેલા તસ્કરોએ મિયાણા ગામે મંદિરમાં ચોરી કર્યા બાદ કાગદડી પાસે એક વ્યક્તિને ચોરીના ઘા મારી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે મોરબીમાં પણ આવી રીતે ચોરીના બનાવ બનતા એક જ ગેંગની સંડોવણી હોવાની શંકા જન્મી છે.