તસ્કરોએ ત્રણ મકાનમાંથી રોકડ, દાગીના સહિતનો મુદામાલ ઉઠાવી ગયા વાંકાનેર : વાંકાનેરમાં પોલીસની નિષ્ક્રિયતાને કારણે તસ્કરો સક્રિય બન્યા છે. વાંકાનેરમાં પોલીસ રેઢારાજ હોય એમ તસ્કરોએ ગતરાત્રે ત્રણ મકાનોમાં ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં તસ્કરો ત્રણ મકાનમાંથી રોકડ, દાગીના સહિતનો મુદામાલ ઉઠાવી ગયા હતા. આ બનાવની પગલે પોલીસે દોડી જઈને તપાસ હાથ ધરી છે. ઘરફોડ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ગત પંચાસર રોડ પર આવેલી ખોડિયારનગર પાસેની ગાયત્રી સોસાયટીમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ આ સોસાયટીના એક સાથે ત્રણ મકાનોને નિશાન બનાવીને હાથફેરો કર્યો હતો તસ્કરો આ ત્રણેય મકાનના તાળા તોડી રોકડ, દાગીના સહિતના મુદામાલની ચોરી કરી ગયા હતા. આજે સવારે આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. જો કે પોલીસની તપાસના અંતે ફરિયાદ નોંધાયા બાદ જ ત્રણેય મકાનોમાં કેટલી માલમતાની ચોરી થઈ તેની હકીકત સામે આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..