સરા રોડ પર સાધના કોમ્પ્લેક્સમાં આવેલ દુકાનના શટરના તાળા તોડી ચોરીને અંજામ અપાયો હળવદ : હળવદ શહેરમાં ત્રણેક દિવસ પૂર્વે રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો સરા રોડ પર આવેલ પાન -બીડીની હોલસેલ દુકાનને નિશાન બનાવી દુકાનના શટરના તાળા તોડી દુકાનમાંથી ૨૩૦ કિલો ગ્રામ સોપારી અને બાગબાન તમાકુના પચાસ ગ્રામના ડબલા ચોરી કરી જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરના સરા રોડ પર આવેલ સાધના કોમ્પ્લેક્ષમાં મયુર એસ.માણેક નામની દુકાનમાં ગત તા.૩૧ના રોજ મોડીરાત્રીના અજાણ્યા તસ્કરોએ દુકાનના શટરનુ તાળુ તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ સોપારી આશરે ૨૩૦ કિલો ગ્રામ તેમજ બાગબાન તમાકુના ૫૦ ગ્રામના પતરાના ડબ્બા નંગ ૫૦ મળી કુલ રૂપિયા ૧,૩૦,૦૦૦ની ચોરી કરી જતા બનાવ અંગે સુકાન સંચાલક રામસંગ બહાદુરસંગ ઠાકુર રહે.સલાટ ફળી, ધાંગધ્રા દરવાજા અંદર, હળવદ વાળાઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.