મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં વાહન ચોરીના વધતા બનાવ વચ્ચે લક્ષ્મીનગર ગામની સીમમાં શિવધારા કોમ્પ્લેક્સની પાછળના ભાગે પાર્ક કરેલ ફરિયાદી અલ્કેશભાઈ સવજીભાઈ વારા ઉ.38 નામના યુવકની માલિકીનો રૂ.32.50 લાખની કિંમતનો જીજે -13 - એએક્સ - 0269 નંબરનો ટ્રક અજાણ્યા તસ્કરો ગત તા.13ના રોજ ચોરી કરી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.