મોરબીના શકત શનાળા રાજપર રોડ ઉપર આવેલ પરફેકટ મારૂતી શોરૂમમાં બનેલી ચોરીની ઘટનાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના શકત શનાળા રાજપર રોડ ઉપર આવેલ પરફેકટ મારૂતી શોરૂમમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં શોરૂમના વર્કશોપની તિજોરો તોડી તસ્કરો રૂ.1.33 લાખ ઉઠાવી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શકત શનાળા ગામે આવેલ નીતીનનગરમાં રહેતા દેવદીપસિંહ દશરથસિંહ ઝાલાએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૪ ના રોજ મોરબીના શકત શનાળા રાજપર રોડ ઉપર આવેલ પરફેકટ મારૂતી શો રૂમના વર્કશોપમાં તસ્કરો ત્રાટકયા હતા. અને અજાણ્યા આરોપીઓએ ફરીયાદીના મારૂતિ પરફેકટ શો રૂમના વર્કશોપની ઓફીસના દરવાજાના લોક તોડી ઓફીસમાં પ્રવેશ કરી તિજોરી તોડી તિજોરીમા રાખેલ રોકડ રૂ. ૧,૩૩,૦૦૦ ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. તેમજ આ બનાવની વધુ તપાસ મોરબી સીટી એ-ડીવી પો.સ્ટે.ના પો.સબ ઈન્સ. એસ.એમ.રાણા ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..