આઇ.ટી.આઇ. ના સ્ટોર રૂમ, ફીટર અને ટર્નર ટ્રેડ રૂમના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો મોરબી : મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ભરતનગર ગામ પાસે આવેલ સંકટ નિવારણ કલાભવન આઇ.ટી.આઇ.વર્કશોપમાંથી તસ્કરો રૂ.48 હજારના સાધનો ઉઠાવી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તસ્કરોએ આઇ.ટી.આઇ સંસ્થાના સ્ટોર રૂમ, ફીટર અને ટર્નર ટ્રેડ રૂમના તાળા ચોરીને અંજામ આપ્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ભરતનગર ગામ પાસે આવેલ સંકટ નિવારણ કલાભવન આઇ.ટી.આઇ. વર્કશોપમાં ગત તા.૨/૦૫/૨૦૨૧ ના રોજ તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આઇ.ટી.આઇ સંસ્થાના સ્ટોર રૂમ તેમજ ફીટર અને ટર્નર ટ્રેડ રૂમના તાળા તોડી અંદર પ્રવેશી આઇ.ટી.આઇમા રહેલી અલગ-અલગ ચિજવસ્તુઓ તેમજ સાધનો સહીત કૂલ કિ.રૂ.-૪૮,૦૦૦ ની ચોરી કરી ગયા હતા. આ ચોરીના બનાવ અંગે આઇ.ટી.આઇ. સંસ્થામાં નોકરી કરતા પ્રભુભાઇ સુંદરજીભાઇ ઘેટીયાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકન પીએસઆઇ વી.જી.જેઠવા ચલાવી રહ્યા છે. જો કે ગત મે મહિનામાં બનેલી આ ચોરીની ઘટનાની હવે છેક ફરિયાદ નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..