હોટલનો સિક્યુરિટી ગાર્ડ શંકાના દાયરામાં : હોટલમાલિકે જવાબદારીમાંથી હાથ ખંખેરતા બહારના રાજ્યના ટ્રકચાલકો મુશ્કેલીમાં મુકાયા હળવદ : હળવદ હાઈવે પર આવેલ હોટલ વિસામોમાં રાત્રી વિસામો કરવા રોકાયેલ ટ્રક ડ્રાઈવરોના મોબાઈલ,રોકડ અને ડિઝલની ચોરી થઇ હોવાનો વીડિયો ટ્રકચાલકોએ સોશિયલ મીડિયામાં વહેતો કર્યો છે. જો કે આ બનાવમાં હજી સુધી હળવદ પોલીસ મથકે કોઈપણ જાતની ફરિયાદ કે અરજી ન આવી હોવાનું જાણવા મળ્યું છે. હળવદમાં રાત્રિના સમયે ટ્રકોમાંથી ડીઝલ ચોરી, બેટરી ચોરીના બનાવો માં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બે દિવસ પહેલા અમદાવાદ-માળીયા હાઈવે ઉપર કોયબા ગામના પાટીયા સામે આવેલી હોટલ વિસામોમાં રાત્રી રોકાણ કરવા રોકાયાલા ટ્રકચાલકોના મોબાઈલ, રોકડ અને ડિઝલની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. અને અંગેનો વીડિયો ટ્રક ચાલકો દ્વારા સોશિયલ મીડિયામાં વહેતો કરાયો છે. જો કે આ અંગે કવાડિયા બીટ જમાદાર રાજદીપસિંહ રાણાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આવો કોઈ બનાવ બન્યો હોવાનું અમારી ધ્યાને આવ્યું નથી. ઉપરાંત હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ પણ નોંધાઈ ન હોવાનું જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..