મોરબી : મોરબીની સુભાષનગર સોસાયટીમાં ત્રણ ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. જાણવા મળતી માહિતી પ્રમાણે તસ્કરોએ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિતની મત્તાની ચોરી કરી છે.સમગ્ર બનાવની વાત કરીએ તો આજે તસ્કરોએ મોરબીની સુભાષનગર સોસાયટીમાં ત્રણ ઘરને નિશાન બનાવ્યા હતા. જેમાં સુભાષનગર શેરી ન. 6માં આવેલા જયદીપભાઈ જીવાણીના ઘરમાં ચોરી થઈ છે. જયદીપભાઈ નોકરીએ ગયા હતા અને તેમના પત્ની પિયર ગયા હોય ઘરે કોઈ ન હોય તકનો લાભ લઈ તસ્કરોએ ઘરમાંથી સોનાનું બ્રેસલેટ -1, ચેઇન -1, વીંટી- 4, રોજગોલ્ડ બ્રેસલેટ -1, ચાંદીના સાંકળા -2, સોનાનો ઓમકાર ચોરી ગયા છે. આ ઉપરાંત પી.પી.બાવરવા નામના વ્યક્તિ ફરવા ગયા હોય તેમના ઘરમાં તાળા તોડીને બધું વેર વિખેર કરી નાખ્યું છે. મકાન માલિક ફરવા ગયા હોય કેટલી ચોરી થઈ તે હજુ જાણવા મળ્યું નથી. આ ઉપરાંત સુભાષનગર 5 - બીમાં બ્રિજેશભાઈ સીતાપરાના ઘરનું તાળું તોડવાની ટ્રાય કરી હતી પરંતુ તાળું તૂટ્યું ન હતું. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.