રાધાકૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સે પ્રવેશી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી, સીસીટીવીમાં ઘટના કેદ થતા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈમોરબી અપડેટ : મોરબી શહેરમાં સરદાર રોડ પર આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ચોરીનો મોટો બનાવ સામે આવ્યો છે. તસ્કરોએ દુકાનની પાછળની દીવાલ તોડી બાકોરું પાડી અંદર પ્રવેશીને કુલ રૂ. 17,24,000 ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે.મળતી માહિતી મુજબ, સરદાર રોડ પર ખારાકુવા વાળી શેરીમાં રહેતા અને સોનીકામ કરતા દિપકભાઈ જયંતિભાઈ માંડલીયાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. દિપકભાઈની સરદાર રોડ પર રાધાકૃષ્ણ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. ગત તારીખ 03/09/2026 ના રોજ સાતમના તહેવાર નિમિત્તે તેઓ બપોરે 2 વાગ્યે દુકાન બંધ કરીને પરિવાર સાથે રાજકોટ ગયા હતા. ત્યારબાદ તારીખ 07/09/2026 ના રોજ સવારે 10 વાગ્યે દુકાન ખોલતા અંદર સામાન વેરવિખેર જોવા મળ્યો હતો.દુકાનની અંદર તપાસ કરતા પાછળ આવેલી મોરબી તાલુકા સંઘના જૂના પડતર બિલ્ડીંગમાંથી દુકાનની દીવાલમાં મોટું બાકોરું પાડેલું જોવા મળ્યું હતું. ચોરીની આશંકા જતા દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ગત તારીખ 05/09/2026 ના રોજ રાત્રિના 02:45 વાગ્યે કોઈ અજાણ્યો શખ્સ દીવાલ તોડીને અંદર પ્રવેશતો જોવા મળ્યો હતો.તસ્કરે દુકાનમાંથી સોનાના 12 નંગ પેન્ડલ અને 200 નંગ દાણા મળી કુલ 24 ગ્રામ સોનું (કિંમત રૂ. 2,74,000) ચોરી લીધું હતું. આ ઉપરાંત ચાંદીના મોટા સાંકળા, નાના સાંકળા, કડલા, લકી, વીંટી, પગની માછલી, લેડીસ કડલી અને કંદોરા મળી કુલ 6 કિલો 250 ગ્રામ ચાંદીના ઘરેણા (કિંમત રૂ. 12,50,000) તથા 1 કિલો 500 ગ્રામ ચાંદીનો ભંગાર (કિંમત રૂ. 2,00,000) પણ ચોરાયો હતો. આમ, કુલ રૂ. 17,24,000 નો મુદ્દામાલ અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો.આ બનાવ અંગે દિપકભાઈ માંડલીયાની ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બી.એન.એસ. કલમ 305(a), 331(4) મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ. યુવરાજસિંહ ભુપતસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #Theft #JewelleryRobbery #MorbiPolice #GujaratPolice #SardarRoadMorbi