15 જાન્યુઆરીએ બનેલા બનાવની આજે મંગળવારે નોંધાઇ ફરિયાદ મોરબી: તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા નીચી માંડલ ગામે પવનચક્કીના મીટરની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગત 15 જાન્યુઆરીએ રાત્રે 10:30 કલાક પહેલાના કોઈપણ સમયે નીચી માંડલ ગામે આવેલી પવનચક્કીનું 20 હજારની કિંમતનું મીટર કોઈ શખ્સો ચોરી કરી ગયા હોવાનું સુપરવાઈઝર દિલીપભાઈ દેવાભાઈ ગોહિલના ધ્યાને આવતા તેઓએ તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી. આ બનાવની આજે 2 ફેબ્રુઆરીએ પોલીસે વિધિવત ફરિયાદ નોંધી છે , બનાવની તપાસ પીએસઆઇ ડી.વી. ડાંગરે હાથ ધરી છે.