બે અલગ વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલા વાહનો હંકારી ગયાની ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં ઠંડી વધતાની સાથે વાહન ઉઠાવગીરો પણ મેદાને આવ્યા હોય એમ સતત વાહનોની ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં વધુ બે વાહનોની ચોરી થયાનું સામે આવ્યું છે. વાહન ઉઠાવગીરો અલગ-અલગ વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલી કાર અને બાઇકની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૨માં નવા સેવા સદન પાછળ મિલન પાર્ક બાજુમાં આવેલ ભાગ્ય લક્ષ્મી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૪૦૩માં રહેતા અને ટાઇલ્સ ડીઝાઇનનો ધંધો કરતા પિયુષભાઇ દિલીપભાઇ પટેલ (ઉં.વ ૪૨)એ તા. ૨૭ના રોજ રાત્રીના સમયે તેમના ઘર પાસે પોતાની માલિકીની રૂ.૫,૦૦,૦૦૦ ની કિંમતની મહીન્દ્રા સ્કોર્પીયો નં Gj-36-B-8691 વાળી સફેદ કલરની કાર પાર્ક કરી હતી. આ કારની રાત્રીના સમયે કોઇ અજાણયો ચોર ઇસમ ચોરી કરી ગયો હતો. બીજા બનાવમાં મોરબીના દરબારગઢ પાસે આવેલ જાની શેરીમાં ગોપાલભાઇ ભરવાડના મકાનમાં રહેતા કેતનભાઇ શશીકાંતભાઇ (ઉ.વ.૫૨) એ ગત તા.૨૨ ના રોજ રાત્રે પોતાના ઘર પાસે પોતાનું રૂ.૫૦૦૦૦ ની કિંમતનું GJ36AA 2843 નંબરનું મોટર સાયકલ પાર્ક કર્યું હતું. આ મોટર સાયકલની અજાણ્યા ઇસમ ચોરી કરી ગયો હતો. પોલીસે આ બન્ને વાહન ચોરીની ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.