મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે આવેલી આદર્શ સોસાયટીમાં મોડી રાત્રીના તસ્કરોએ ધામાં નાખ્યા હોય, અનેક મકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના અહીંના સીસીટીવી કેમેરાઓમાં કેદ થઈ છે. ત્યારે અહીં પોલીસ પેટ્રોલિંગ વધે તેવી સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે.