મોરબીના પંચાસર રોડ ઉપર ફ્લેટ નજીક પાર્ક કરેલી નિયોસ કાર નિશાન બનાવી મોરબી : મોરબીમાં ચોરટા તસ્કરો નિતનવી ચોરી કરી રહ્યા છે ત્યારે ગઈકાલે પંચાસર રોડ ઉપર ફ્લેટ નજીક પાર્ક કરેલી આઈ ટેન નિયોસ કારના રૂપિયા 15 હજારની કિંમતના બે મેગવિલ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર -૩, શ્રી વિલા એપાર્ટમેન્ટ પાસે નાની કેનાલ સામે રહેતા જયેશભાઇ રતિલાલભાઇ ઘુમલીયાની હ્યુન્ડાઇ નિયોસ કારમાંથી તસ્કરો રૂપિયા 15 હજારની કિંમતના બે મેગવિલની ચોરી કરી લઈ જતા આ મામલે જયેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..