એક મકાનમાંથી રૂ.4 લાખના ઘરેણાં અને રોકડ ચોરાઈ, બીજા કોઈ મકાનમાં કઈ હાથ ન લાગ્યુંમોરબી : તહેવારો આવતા જ તસ્કરો દર વર્ષની જેમ આ વર્ષે પણ સક્રિય થઈ ગયા છે. લાલપર ગામે ગત રાત્રીના એકસાથે 5 મકાનોના તાળા તૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એક મકાનમાંથી ચોરી થઈ હતી. બીજા કોઈ મકાનમાં તસ્કરોને કઈ હાથ લાગ્યું ન હતું.લાલપર ગામના માજી સરપંચ રમેશભાઈ આદ્રોજાના જણાવ્યા પ્રમાણે તેઓ હાલ મોરબી રહે છે. તેઓનું લાલપર ગામે પંચાયત ઓફિસની સામે ઘર આવેલ છે. જ્યાં તમામ દરવાજાના તાળા તસ્કરોએ તોડી નાખ્યા હતા. પણ કઈ હાથ લાગ્યું ન હતું. જ્યારે ગૌશાળા સામે રહેતા યાસીનભાઈ ઇકબાલભાઈ દલના ઘરમાંથી રૂ. 4 લાખની રોકડ અને ઘરેણાંની ચોરી થઈ છે.હનુમાનજી મંદિર પ્લોટ વિસ્તારમાં રહેતા ધવલભાઈ રબારી જેઓ ગામડે હોય, તેઓના ઘરના તાળા પણ તૂટ્યા છે. પણ શું ચોરી થયું છે તે હજુ જાહેર થયું નથી. પ્રવિણભાઈ ધનજીભાઈ સવાડિયાનું નવા પ્લોટ વિસ્તારમાં ઘર આવેલું છે ત્યાં મકાનના તાળા તૂટ્યા હતા પણ તસ્કરોને કઈ હાથ લાગ્યું ન હતું. આવી જ રીતે અશોકભાઈ રાઠોડનું ખાડા વિસ્તારમાં ઘર આવેલું છે. ત્યાં પણ તાળા તૂટ્યા હતા.