પીપળીયા ચાર રસ્તા નજીક મોબાઇલની દુકાનમાં ચોરી કરી હતી મોરબી : માળીયા મિયાણાની મુખ્ય બજારમાં એક શખ્સ ચોરાઉ મોબાઈલ વેચવા આવ્યો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે વોચ ગોઠવી માંડવી કચ્છના એક શખ્સને નવ ચોરાઉ મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. આ શખ્સની પૂછતાછમા મોબાઈલ ફોન પીપળીયા ચાર રસ્તા નજીકથી ચોર્યા હોવાની કબૂલાત આપી હતી.માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે મેઈન બજારમાંથી કચ્છના માંડવીના વતની આરોપી ભરતભાઇ કરશનભાઇ ભાટીને નવ નંગ ચોરાઉ મોબાઈલ કિંમત રૂપિયા 50 હજાર સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા આરોપી ભરતે કબુલ્યું હતું કે, પીપળીયા ચાર રસ્તા પાસેથી એક દુકાનમાંથી આ મોબાઈલ ચોર્યા હતા. ઘટના અંગે પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.